# Complain against Vitcos bus service from Vadodara to karchiya gaam..

**URL:** <https://citizen.complainthub.org/t/complain-against-vitcos-bus-service-from-vadodara-to-karchiya-gaam/24767>\
**Category:** Transportation\
**Tags:** public-transport, bus\
**Created:** [June 22, 2025, 4:04am UTC](https://citizen.complainthub.org/t/complain-against-vitcos-bus-service-from-vadodara-to-karchiya-gaam/24767 "2025-06-22T04:04:15Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Nelson\_Christian](https://citizen.complainthub.org/user_avatar/citizen.complainthub.org/nelson_christian/32/9065_2.png) [@Nelson\_Christian](https://citizen.complainthub.org/u/Nelson_Christian)\
**Post date:** [June 22, 2025, 4:04am UTC](https://citizen.complainthub.org/t/complain-against-vitcos-bus-service-from-vadodara-to-karchiya-gaam/24767/1 "2025-06-22T04:04:16Z")

</div>

માનનીય કમિશ્નર સાહેબ શ્રી,  
સાદર પ્રણામ સહ જણાવવાનું કે હું એક સિનિયર સીટીઝન છું મારી ઉંમર 69 વર્ષ છે.. આમ હું વડોદરાનો નિવાસી છું વર્ષોથી વડોદરામા જ રહુ છું હાલ ચાર સાડા ચાર વર્ષથી બાજવા નજીક કરચીયા ગામમાં રહુ છું અલકાપુરીમા રોજ કામે જઉ છું.. જ્યાં વિટકોસ બસ સેવા હોવાથી હું ઉંમરના હિસાબે બસમાં જઉ મારે માટે હિતકારક છે.. હવે છેલ્લા બે ત્રણ વર્ષથી કરોળિયાથી બાજવા અને ત્યાંથી કરચીયા સુધીના રસ્તા પર વરસાદી કાન્સ અને પાણીની પાઇપો નાખવાનું કામ ચાલતું હતું ગોકળગાયની ગતિ એ કામ ચાલ્યું પણ હજી ય એ કામ વરસાદની ઋતુમાં પાણી ના ભરાય અને રસ્તા સાફ રહે કે ત્યાં જતા વાહનવ્યવહાર ને તકલિફ ના પડે એ હેતુસર કામ કર્યું પણ કોઈ જ ફેરફાર થયો નથી બધું as it is જ છે જેથી બસ vitcos બસો જરાક વરસાદ પડે કે એમને બહાનું મળી જાય છે ને છાશવારે બસો બંધ કરી દે છે હકીકતમા એટલી બધી હદે રસ્તા ખરાબ નથી કે બસો ના આવી શકે.. ખરેખર તો ગયા વર્ષે કામ ચાલતું હોવાથી બસ સર્વિસ બંધ કરી હતી બરાબર છે પણ હજીયે જરાક પાણી ભરાય કે તરત બસો બંધ કરી દે છે.. પ્રાઇવેટ ઘણી ટ્રકો બસો ત્યાં થઈને પાસ થાય છે જ.. ફક્ત વિટકોસ બસ વાળાને જ તકલીફ થાય છે.. હવે આમાં કેટલા સ્કૂલ કોલેજમા ભણતા વિદ્યાર્થીઓ નોકરી કરતા સામાન્ય ઘરના લોકો મારાં જેવા ઉંમર લાયક વૃદધોને બઉ જ તકલીફ પડે છે રોજ રોજ રીક્ષાઓમાં જઉ પોસાતું નથી બીજું કે મોટેભાગે ઘણાબધા બસ પાસ ધારકો છે.. હવે આતકલીફ દર ચોમાસે થાય છે વિટકોસ વાળાને ઘણીવાર ફરિયાદ કરવા છતાં કાંઈ પણ કરતા નથી.. હવે આપ સાહેબ ને નમ્ર અપીલ કરું કે આમાં આપ સાહેબ કંઈક ઘટતું કરી અમારા જેવા સામાન્ય લોકોને મદદ કરવા વિનંતી..  
તસ્દી બદલ ક્ષમા ચાહું છું..  
આભાર સહ,  
આપનો વિશ્વાસુ નાગરિક,

---

<div class="post-metadata">

**Author:** ![complainthub](https://citizen.complainthub.org/user_avatar/citizen.complainthub.org/complainthub/32/4_2.png) [@complainthub](https://citizen.complainthub.org/u/complainthub)\
**Post date:** [June 22, 2025, 4:13am UTC](https://citizen.complainthub.org/t/complain-against-vitcos-bus-service-from-vadodara-to-karchiya-gaam/24767/2 "2025-06-22T04:13:20Z")

</div>

પ્રિય @Nelson_Christian

વિટકોસ બસ સેવામાં વિક્ષેપ પાડતા બાજવા અને કરચિયા વચ્ચેના વરસાદી ગટર અને રસ્તાના સમારકામના કામને ઉકેલવા માટે, સૌપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) ને 18002330265 / +912652433116 (સોમવાર-શુક્રવાર, સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી) પર ફરિયાદ નોંધાવો અથવા [commissioner@vmc.gov.in](mailto:commissioner@vmc.gov.in) પર ઇમેઇલ કરો. તમે VMC નાગરિક પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ ઓનલાઈન પણ સબમિટ કરી શકો છો અને તમારો વોર્ડ નંબર નોંધી શકો છો. વૈકલ્પિક રીતે, તમારા સ્થાનિક વોર્ડ કાઉન્સિલરની ઓફિસનો સંપર્ક કરો.

> [@Where can I file civic complaints of Vadodara Municipal Corporation (VMC)?](https://citizen.complainthub.org/t/where-can-i-file-civic-complaints-of-vadodara-municipal-corporation-vmc/1551/1):
>
> ## ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનાં પગલાં:
> 
> - [વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ (vmc.gov.in)](https://vmc.gov.in/) ની મુલાકાત લો.
> 
> - મેનુમાંથી “ઓનલાઈન સેવાઓ” વિભાગ પર જાઓ.
> 
> - ઓનલાઈન ફરિયાદ ફોર્મ ખોલવા માટે “[ફરિયાદો](http://register.dial24hrs.in/RegisterComplaint.aspx)” પર ક્લિક કરો.
> 
> - સમસ્યાનો પ્રકાર, તમારી સંપર્ક વિગતો, નાગરિક સમસ્યાનું વર્ણન અને કોઈપણ સંબંધિત દસ્તાવેજો સહિત જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો.
> 
> - ફોર્મ સબમિટ કરો.

તમે [VSDL ટ્રાન્ઝિટ પોર્ટલ (smartcitybus.vmc.gov.in)](http://smartcitybus.vmc.gov.in/) દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો.

જો 7 દિવસ પછી પણ સમસ્યાનું નિરાકરણ ન આવે, તો વડોદરા જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરો, ફોટોગ્રાફ્સ, તારીખો અને બસનો સમય આપીને તમારા કેસને મજબૂત બનાવો.  
જો હજુ પણ મદદની જરૂર હોય, તો અમને જવાબ આપો.
