મારા પપ્પા ડ્રાઈવર માં છે પ્રવિણસિંહ પુંજાભાઈ સોલંકી બેજ નંબર.17341 ડાકોર થી સવારે 11 વાગે એવામાં દાહોદ જામનગર નાઈટ માં બસ લઈને જતા હતા ત્યારે રિટર્ન માં સવારે જામનગર થી પાછા આવતા રાજકોટ માં અકસ્માત સર્જાયો હતો એટલે તેમણે ડેપો માં આવી ને ડેપો મેનેજર ને જણાવ્યું કે મને આ લાંબા રુટ ની નોકરી ના આપો હું બીજી નોકરી ગમે તે કરી લઈશ તો નોકરી લખે છે એ કિરીટ રાઠોડ એ બીજી નોકરી આપતા નથી અને તારિખ 1-9-2025 ના રોજ મારા પપ્પા નોકરી જવા નીકળ્યા હતા અને તેમણે મોડું થઈ ગયું હતું તો કિરીટ રાઠોડ નો ફોન આવ્યો હતો તો કે કેમ તારે મોડું થાય છે ને એમ કહી ને ખોટી ખોટી ગાડો બોલતો હતો અને ધમકાવતો હતો ત્યાર પછી મારા પપ્પા ઘરે થી મંગળવાર તારીખ 2
/9/2025 ના રોજ ડાકોર ડેપો માં ગયા તા નોકરી ના લખી અને પાછા ઘરે પરત આવું પડ્યું આમ ને આમ સતત બે અઠવાડિયા થી દરરોજ 50km અંતર કાપી ને ડાકોર ડેપો માં જાઈને ઘરે પાછા આવે છે આમ ને આમ આજે 18 દિવસ થયા અને ડેપો મેનેજર અને જે નોકરી લખે છે એ મારા પપ્પા ને હેરાન કરે છે અને નોકરી બીજી આપતા નથી .આવા ડેપો મેનેજર કોઈનું ઘર વિખેરવા મજબુર કરી દે છે જેમ એના બાપાની મીલકત હોય તેમ કરે એવું થોડું હોય રોજ રોજ કોઈ ને હેરાન કરવા નું 1/9/2025 થી આજે 18 દિવસ થયા એ અઢાર દિવસનો નો પગાર કોણ આપશે ?
પ્રિય @Rahu_Solanki
તમારા પિતા, પ્રવિણ સિંહ પુંજાભાઈ સોલંકી (બેજ નં. ૧૭૩૪૧), ને અકસ્માત પછી લાંબા રૂટ ટાળવાની વિનંતીને પગલે નોકરી નકારી કાઢવામાં આવી રહી છે અને કિરીટ રાઠોડ અને ડાકોર ડેપોના ડેપો મેનેજર દ્વારા તેમને શાબ્દિક દુર્વ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે. આના ઉકેલ માટે, તાત્કાલિક GSRTC વિભાગીય કાર્યાલયમાં લેખિત ફરિયાદ સબમિટ કરો અને ગુજરાતના શ્રમ કમિશનરને વેતન નુકશાન અને પજવણી માટે ફરિયાદ કરો. તારીખો, મુસાફરી અને સંદેશાવ્યવહારના રેકોર્ડ રાખો.
જો હજુ પણ મદદની જરૂર હોય, તો અમને જવાબ આપો.